ડૉ.નિરંજન હિરાનંદાની – એમડી- હિરાનંદાની ગ્રુપ અને રાષ્ટ્રીય અધ્યક્ષ – નારેડકો કોવિડ -19 મહામારી પછીના આ નવા અને સામાન્ય થઈ રહેલા સમયમાં, પોતાની માલિકીનું ઘર ધરાવવું એ ફક્ત સ્વપ્ન જ નહીં, પણ એક આવશ્યક જરૂરિયાત પણ છે. હજારો વર્ષોના આ નવયુગે સમાન તક અને લિંગ સમાનતાની ભાવનાઓને ફરીથી વ્યાખ્યાયિત કરી છે, અને આપણે આ ક્ષેત્રમાં મહિલાઓને ‘સ્વપ્ન ગૃહ’ ને વાસ્તવિક બનાવવાની જવાબદારીઓ નિભાવતી જોઈ રહ્યા છીએ. મહિલાઓની સંખ્યા ભારતભરના શહેરોમાં કામકાજી મહિલાઓ તરીકે ઊભરી રહી છે ત્યારે ફક્ત પોતાના ઘર ધરાવવાના પાસાથી આગળ વધીને, તેમના માટે, સ્થાવર મિલકત સંપત્તિનો એ પ્રકાર છે જે સલામતી, સુરક્ષા અને ઉચ્ચ વ્યાજદર આપે છે. પ્રચાર માધ્યમોના અહેવાલોમાં ઉલ્લેખિત તાજેતરના એક સર્વેક્ષણ પ્રમાણે 77 ટકા મહિલાઓએ રહેવા માટે મકાનોની ખરીદી કરી હતી જ્યારે 23 ટકા મહિલાઓએ રોકાણ માટે ઘરોની ખરીદી કરી હતી. રિપોર્ટમાં એ પણ ઉમેરવામાં આવ્યું હતું કે સ્થાવર મિલકતમાં રોકાણ કરતી મહિલાઓએ જરૂરી સંશોધન પછી આ પગલું લીધું હતું. આના ઉપરથી એ નિષ્કર્ષ નીકળે છે કે મૂડીવૃદ્ધિ અને ભાડાની આવક આ દ્વિલાભ માટે મહિલાઓ સ્થાવર મિલકતમાં રોકાણ કરે છે. મુખ્ય નિર્ણયો લેવામાં ભાગ લેવો તેમજ સલામત અને સુરક્ષિત માળખાની જરૂરિયાતને કારણે આવેલા વૈચારિક પરિવર્તનોએ નવા નિયમનકારી શાસનમાં, મહિલા ગૃહ ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઘર ખરીદનારાઓની વધતી જતી સંખ્યામાં, આજની મહિલાઓ આર્થિક સ્વતંત્રતાના કારણે પ્રગતિશીલ અને જોખમલક્ષી બની છે. આનાથી તેમના નાણાંકીય રોકાણના અભિગમમાં ફેરફાર થયો છે;