A Strategic Business Unit of Tata Consultancy Services focused on Educational Institutions, Exam Boards and Manufacturing Industries

એચએસએનસી યુનિવર્સિટી દ્વારા ઇન્ડસ્ટ્રી ઓનર સર્ટિફિકેશન માટે ભારતની સૌથી વિશાળ વૈશ્વિક આઈટી ખેલાડી ટીસીએસ આઇયોન સાથે જોડાણ કરવામાં આવ્યું છે આ જોડાણ યુવા પ્રતિભાઓને ઉદ્યોગ માટે તૈયાર કરવા તાલીમ અને કુશળતા આપવા માટે કરવામાં આવ્યું છે. એચએસએનસી યુનિવર્સિટી, મુંબઈ ખાતે દરેક વિદ્યાર્થીઓ, અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ કે એલુમની પણ તેનો લાભ લઈ શકશે. વિદ્યાર્થીઓને આ નોંધપાત્ર અને અગાઉ ક્યારેય નહીં તેવી ઉદ્યોગની મેન્ટરિંગ તક અને નોકરીમાં સહાયના વધારાના લાભો પણ આપશે.

ટીસીએસ આઇયોન સાથે જોડાણ કરીને એચએસએનસી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ કોર્સ, પ્રોગ્રામ્સ, જેવા લાભો આપશે. આ 45 કલાકનો સર્ટિફિકેશન પ્રોગ્રામ વિદ્યાર્થીઓને સુસંગત ઉદ્યોગનું જ્ઞાન, કુશળથા અને અનુભવ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે, જે ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ જોડાણ સ્થાપિત કરશે. આ પ્રોગ્રામ એન્જિનિયરિંગ, સાયન્સ, બીએફએસઆઈના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને રિમોટ થકી સર્ટિફિકેશન આપશે. ટીસીએસ આઇયોનના ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લેતાં ટીસીએસ આયોન અને ઉદ્યોગના ભાગીદારોને શૈક્ષણિક સંસ્થાઓની પહોંચ છે અને અભ્યાસક્રમનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. આથી વિદ્યાર્થીઓને ઉદ્યોગના શ્રેષ્ઠતમ મેન્ટરો, ઓન- ગ્રાઉન્ડ પ્રોજેક્ટ્સ, લર્નિંગ સંદર્ભો, રોજની સંચાલન પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ રિપોર્ટસ, ચર્ચા માટે ડિજિટલ રૂમ્સ વગેરેને પહોંચ આપશે, જેના થકી તેઓ ઓન- ગ્રાઉન્ડ અનુભવ ગ્રહણ કરી શકશે અને ઉદ્યોગનું નેટવર્ક બનાવી શકશે. ઉપરાંત આ કોર્સ પૂરો થવા પર એચએસએનસી યુનિવર્સિટી દ્વારા જારી વિદ્યાર્થીની ટ્રાન્સક્રિપ્ટમાં પ્રદર્શિત શૈક્ષણિક શ્રેયની કમાણી પણ કરશે.

આ જોડાણ વિશે ખુશી વ્યક્ત કરતાં એચએસએનસી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. નિરંજન હિરાનંદાનીએ આ પ્રોગ્રામના લાભો આલેખિત કરતાં જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રી 4.0 અનુસાર નોકરી માટે તૈયાર હોવું તે નવા કાર્યબળ દ્વારા સામનો કરાતો સૌથી મોટો પડકાર છે. આથી નવા વિચારના ભાગરૂપ એચએસએનસી યુનિવર્સિટીએ ટીસીએસ- આઇયોન સાથે લાંબા ગાળાનું જોડાણ કરીને ઊભરતી યુવા પ્રતિભાઓને આ મૂલ્ય પરિમાણ પ્રદાન કરવા માટે એક પગલું આગળ લીધું છે. વિદ્યાર્થીઓના એપ્ટિટ્યુડ અને બૌદ્ધિક ખૂબીઓને દઢ બનાવીને સ્કિલિંગ, અપ- સ્કિલિંગ અને રિ- સ્કિલિંગમાં મદદરૂપ થવા માટે શૈક્ષણિક ઉપક્રમની બહાર નીકળવાની આ ઉત્તમ રીત છે. તે ઉત્તમ નોકરીની તકો, અજોડ અનુભવો નિર્માણ કરવા અને વિદ્યાર્થીની વર્સેટાઇલ પર્સનાલિટીને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.

આ વિશે વધુ ઉમેરો કરતાં ડો. હિરાનંદાનીએ જણાવ્યું હતું કે તમે નિર્માણ કરેલું નેટવર્ક તમે નિર્માણ કરેલી નેટ વર્થ છે અને ટીસીએસ આયોન સાથે અમારો હેતુ વિદ્યાર્થીઓને વિવિધ શિસ્તમાં ટેક્નિકલ, પ્રેક્ટિકલ, સોશિયલ અને રોજગારક્ષમ કુશળતા મેળવવા માટે આ પ્રયોગાત્મક મંચની પહોંચનો લાભ લેવાનો છે.

ટીસીએસ આયોન આ ઇકોસિસ્ટમને અભિમુખ બનાવવા માટે મોટી સંખ્યામાં કોર્પોરેટ્સ સાથે કામ કરી રહી છે.


Discover more from Niranjan Hiranandani

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

Discover more from Niranjan Hiranandani

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading