ડો. નિરંજન હિરાનંદાની, નેશનલ પ્રેસિડેન્ટ, નારેડકો અને એમડી, હિરાનંદાની ગ્રુપ કહે છે, “અક્ષય તૃતીયાનો તહેવારનો દિવસ પારંપરિક રીત ઘર ખરીદી માટે શુભ માનવામાં આવે છે. આ વર્ષે પણ તહેવારનો જોશ અને સપનાનું ઘર સાકાર કરવા સહિત બંને પાસાંના લાભ સ્માર્ટ ઘર ખરીદદારો લેશે એવી ધારણા છે. નામાંકિત અને સિદ્ધ ટ્રેક રેકોર્ડ ધરાવતા ડેવલપરો પાસેથી વેલ્યુ હોમ્સની જરૂર આજના સમયમાં સુરક્ષા, સલામતી અને સ્થિરતાના મહત્ત્વ સાથે વધી છે. બજારની સ્થિતિ ઓછા વ્યાજ દર, ડેવલપરો પાસેથી આકર્ષક ડીલ, એપાર્ટમેન્ટ્સની પસંદગીઓ, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી સાનુકૂળ પેમેન્ટ યોજનાઓ, આકર્ષક કિંમતો અને યોગ્ય ડીલ ઝડપી લેવા માટે અન્ય આર્થિક લાભો સાથે ઘર ખરીદદારો અને રોકાણકારો માટે તરફેણકારી છે. આજે પહેલી વારના નવા યુગના ઘર ખરીદદારો માટે તેમનું સુરક્ષિત ઘર ખરીદી કરવા અને મોજૂદ ઘર ધરાવનાર માટે મહામારીના ઉપલક્ષ્યમાં નવી સામાન્ય જીવનશૈલી માટે સુચારુ ઘરમાં જવા માટે તૈયાર મોકળાશભરી લક્ઝરીમાં અપગ્રેડ કરવાનો યોગ્ય સમય છે.” ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે, “હાલમાં થાણે, નવી મુંબઈ, પનવેલ જેવા આસપાસના મહાનગરમાં રેલ, રોડ અને વોટરવેઝ કનેક્ટિવિટી વધારવા માટે ભવ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ચાલી રહેલા વિકાસને જોતાં વહેલા લેનાર માટેના લાભ ઝડપી લેવા આ આદર્શ સ્થળ બની રહેશે. “
Discover more from Niranjan Hiranandani
Subscribe to get the latest posts sent to your email.

