વિકાસને ફરીથી પાટે ચઢાવવા અને પુનર્જીવિત કરવા માટે સગવડભર્યું વલણ જરૂરીઃ ડૉ. હિરાનંદાની

ફુગાવાને કાબૂમાં લેવા માટે આરબીઆઈએ વધુ હોકીશ બનવાની જરૂર છે.

ફુગાવાને કાબૂમાં લેવા માટે આરબીઆઈએ વધુ હોકીશ બનવાની જરૂર છે.

કી દરોને યથાવત રાખવાનો નાણાકીય નીતિ સમિતિનો નિર્ણય અપેક્ષિત હતો અને હવે ખાનગી વપરાશ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે તથા સરકારના પ્રયાસોને કારણે અનેક અટકેલા પ્રોજેક્ટ્સ ફરીથી ચાલુ થઈ ગયા હોવાથી નજીકના ભવિષ્યમાં વૃદ્ધિને ટેકો આપવા માટે પણ સરકાર આ દરોને યથાવત રાખી શકે છે, એમ એસોચેમ અને નારેડકોના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. નિરંજન હિરાનંદાનીએ જણાવ્યું હતું.

રેપો રેટ 4 ટકા યથાવત રાખવામાં આવ્યો છે અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત છે. સપ્લાય સાઇડના દબાણને પહોંચી વળવા માટે ફુગાવાના આંકડા પર ધ્યાન આપી તેને ઘટાડવા માટે આરબીઆઈએ વધુ હોકીશ વલણ રાખવાની જરૂર છે.

પુરવઠાના મુદ્દાઓને પહોંચી વળવા માટે સરકારનું સક્રિય વલણ ખાદ્ય ભાવોને ઘટાડવા માટે મહત્વનું રહેશે. આંકડાઓ દર્શાવી રહ્યા છે કે દેશનું અર્થતંત્ર અપેક્ષા કરતા ઝડપી ગતિએ સુધરી રહ્યું છે, જે ઘણો શુભ સંકેત છે. કેટલાક એવા સેક્ટર છે જેમાં તેજી જોવા મળી રહી છે એ જોતા જીડીપી વૃદ્ધિ જલદીથી હકારાત્મક બનશે એવી સંભાવના મજબૂત બને છે, એમ તેમણે ઉમેર્યું હતું.

હોમ લોન આકર્ષક દરે ચાલુ રહેશે, જે ઘર ખરીદીની ભાવનાના સકારાત્મક ભવિષ્ય માટે સારુ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

“નાણાકીય વર્ષ 21 માટે અંદાજીત વાસ્તવિક જીડીપી વૃદ્ધિ માઇનસ 9.5 ટકાના અંદાજ સામે માઇનસ 7.5 ટકા રહેવાનો અંદાજ છે જે અર્થતંત્ર મંદીમાંથી ફરીથી બેઠુ થઈ રહ્યું હોવાના શુભ સંકેત આપે છે. ત્રીજા ત્રિમાસિક ગાળાની વિકાસ 0.1 ટકા હતો અને ચોથા ત્રિમાસિક ગાળાનો વિકાસ 0.7 ટકાની ધારણા છે જે ઉત્પાદન કરતી કંપનીઓની બિઝનેસ સેન્ટિમેન્ટ ધીમે ધીમે સુધરી રહ્યું હોવાના આરબીઆઈના ગવર્નરના નિવેદનને ટેકો આપે છે. અન્ય ક્ષેત્રોને આવરી લેવા ઓન ટેપ ટી.એલ.ટી.આર.ઓને વિસ્તૃત કરવાની આરબીઆઈના ગવર્નરની દરખાસ્ત એક સકારાત્મક પગલું છે અને એક મહત્વની વાત તરફ તેમણે ધ્યાન દોર્યું છે કે આર્થિક અવરોધો હવે સરળ થવા માંડ્યા છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

જાન્યુઆરી મહિનાથી કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટેની મર્યાદા 2,000 રૂપિયાથી વધારી 5,000 રૂપિયા કરવાની અને આરટીજીએસ સિસ્ટમ ચોવીસ કલાક કાર્યરત કરવાની ઘોષણા એ એક આવકાર્ય પગલું છે, એમ ડૉ. હિરાનંદાનીએ જણાવ્યું હતું.

આરબીઆઈએ જાહેરાત કરી હતી કે એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં નિરાશાજનક 23.9 ટકાના સંકોચન પછી જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં 7.5 ટકાના સંકોચન સાથે સુધારો જોવા મળ્યો છે અને જાન્યુઆરીથી માર્ચનો ત્રિમાસિક ગાળો સકારાત્મક રહેવાની ઉદ્યોગોની ધારણા છે.


Discover more from Niranjan Hiranandani

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

Discover more from Niranjan Hiranandani

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading