Covid 19 has forever altered the way of living- a different real estate post pandemic

2020ના વર્ષમાં કોરોનાવાઇરસ મહામારીએ સમગ્ર વિશ્વને તેની ઝપેટમાં લઈ લીધું, સમગ્ર વિશ્વ અનેક પડકારો વચ્ચે ઝઝૂમી રહ્યું છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. નાણાંકીય વર્ષ 19-20ના છેલ્લા ત્રિમાસિક ગાળાએ આર્થિક મંદીની સ્થિતિ પ્રવર્તતી હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી શ્રેણીબદ્ધ આર્થિક અને નીતિવિષયક સુધારણાઓને કારણે સકારાત્મક રિકવરીના પ્રવાહનો સંકેત આપ્યો હતો. મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે ભારતીય અર્થતંત્ર પર બ્રેક વાગી ગઈ હતી, જેના કારણે ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રને ભારે ફટકો પડ્યો હતો.

નિઃશંકપણે, ભારતીય રિયલ એસ્ટેટ માટેનો આ સૌથી પડકારજનક તબક્કો હતો. સ્થળાંતરિત શ્રમિકો તેમનાં વતનનાં રાજ્યોમાં પરત ફર્યા હતા, ગ્રાહકો માટે પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેવાનું મુશ્કેલ નબ્યું હતું, સપ્લાય ચેઇન પડી ભાંગી હતી, આમ આ સમગ્ર ગાળો નિરાશાજનક હતો. નિરાશાના આ સમયમાં ડિજિટલ મોડ એ લોકો વચ્ચેના પ્રત્યાયન માટે મદદગાર સાબિત થયો. રિયલ એસ્ટેટના ખેલાડીઓએ તેમના વિઝિટર્સ અને સંભવિત ગ્રાહકો સાથે સંવાદ કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ થકી તેમની પ્રમોશનલ અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ ઝડપથી રજૂ કરવી પડી. આ ડિજિટલ ટૂલ્સે ઘર ખરીદવા ઇચ્છનારા લોકોને પ્રોજેક્ટ, ઉત્પાદન, સ્થળ અને ડેવલપરના ટ્રેક રેકોર્ડ વિશેનાં સૌથી સુસંગત ડેટા અને માહિતી પૂરાં પાડ્યાં.

સરકાર અને સર્વોચ્ચ સંસ્થાઓએ લિક્વિડિટી ફંડિંગના વાસ્તવિક પડકારને પહોંચી વળવા માટે નવતર નાણાંકીય પગલાં રજૂ કર્યાં. તાજેતરની નીતિવિષયક સુધારણાની વ્યાપક અસરને પગલે લિક્વિડિટીની ગંભીર કટોકટી સર્જાઈ અને કોરોના 19 મહામારી તેમાં છેલ્લા ફટકાસમાન પુરવાર થઈ. સરકાર ‘જાન અને જહાન’ની ટ્રાયલ્સને અનુસરી – ત્યારે અર્થતંત્ર ‘સર્વાઇવલ ઓફ ધી ફિટેસ્ટ’નું સાક્ષી બન્યું. ‘મિશન રિઓપન’ હેઠળ અર્થતંત્રને અનલોક કરવા સાથે આર્થિક પ્રવૃત્તિઓ નવી સામાન્ય સ્થિતિ સાથે પુનઃ શરૂ થઈ. આરબીઆઈ અને કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલાં લિક્વિડિટીનાં પગલાંને પગલે બજારને ઝડપથી બેઠું કરવા માટે બજારમાં લિક્વિડિટી દાખલ કરવામાં આવી. નિઃશંકપણે ભારતીય અર્થતંત્રએ ભારે લવચિકતા દર્શાવી છે અને જીડીપીના અંદાજો સકારાત્મક આવી રહ્યા હોવાથી હવે તે અસ્તિત્વ ટકાવી રાખવાના સ્તર પરથી પુનરુત્થાનના સ્તર તરફ આગળ વધી રહી છે.

લિક્વિડિટી દાખલ કરવાથી અને ધિરાણના ઓછા દરથી ચોક્કસપણે અર્થતંત્રના પુરવઠાના પાસાંનું નિવારણ થયું, પણ ગ્રાહકો નાણાં ખર્ચે, તે માટે માગ પ્રોત્સાહનની જરૂર પડશે. ખર્ચ માટે પ્રેરવા માટે ગ્રાહકોના હાથમાં ખર્ચપાત્ર આવક વધારવા માટે ઓથોરિટીએ વ્યાજ દરો ઐતિહાસિક સ્તરે નીચા લાવવા પડ્યા, OC મળ્યા બાદ જીએસટી નહીં, રાજ્ય કક્ષાએ સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો, ક્રેડિટ ગેરન્ટી સ્કીમનું એક્સટેન્શન, PMAY-Uનાં એડવાન્સ્ડ આઉટલેઝ તથા પોષણક્ષમ દરે રેન્ટલ હાઉસિંગ પર ભાર મૂક્યો.

ભારતીય અર્થતંત્ર વપરાશથી દોરવાય છે અને તહેવારોની સિઝન શરૂ થતાં બજારની સાનુકૂળ સ્થિતિ સાથે હાઉસિંગ માટેની માગમાં પણ વધારો નોંધાયો. માધ્યમોના અહેવાલો મુજબ, ઘરોના વેચાણમાં થયેલો સુધારો અને પ્રોપર્ટી નોંધણીમાં થયેલા વધારાને કારણે પ્રોપર્ટીની ફક્ત મુલાકાત કરનારાઓ હવે વાસ્તવિક ખરીદકર્તાઓ બન્યા છે. આરામદાયકતા, સુવિધા અને સામુદાયિક જીવનના આધારે મહામારીની કટોકટીના સમયમાં પોતાના ઘરની જરૂરિયાત મહત્વની બની રહી હતી. નવા રૂટિનને કારણે ઘરે રહીને જ કામ (વર્ક)/અભ્યાસ/ વેલનેસ પર ધ્યાન આપવા માટે તે અનુસાર ઘરની ડિઝાઇન તૈયાર કરવાની જરૂરિયાત સર્જાઈ છે. ઘર ખરીદનારા ગ્રાહકોની યાદીમાં વધારાની સ્થિતિસ્થાપક જગ્યા અને જીવનશૈલી અપગ્રેડ કરવા માટે વૈભવી ઘર ધરાવતી કાર્યક્ષમ ડિઝાઇનની માગણી ટોચ પર હોય છે. આ ઉપરાંત આધુનિક ખરીદકર્તાઓમાં હોમ ઓટોમેશન અને ટેકનોલોજી પર આધારિત સુવિધાઓની માગ પણ વધી છે. તે જ રીતે, મહામારીને પરિણામે સ્વચ્છતા અને સફાઈ પણ મહત્વનાં બન્યાં છે, જે અનુસાર, હવા-ઉજાસ પૂરતાં હોવા જોઈએ અને વીજ પુરવઠો, ઇન્ટરનેટ જોડાણ માટે ફાઇબર-ઓપ્ટિક કનેક્ટિવિટી વગેરેને પણ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. કામ કરાની પદ્ધતિમાં આવેલો બદલાવ, ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ, ચલણનું અવમૂલ્યન અને અન્ય રોકાણકારી અસ્કયામતોનાં મૂલ્યોમાં ઉથલ-પાથલ સર્જાતાં રિયલ એસ્ટેટ રોકાણ માટેનો શ્રેષ્ઠ માર્ગ બન્યો છે અને વિશ્વભરના એનઆરઆઈ સમુદાયો વતનમાં સલામત ઘરમાં રોકાણ કરવા તરફ આકર્ષાયા છે. ક્રમશઃ ખરીદકર્તાઓની પ્રોફાઇલમાં પરિવર્તન આવી રહ્યું છે અને મહિલા ખરીદકર્તાઓ તથા ભાડુઆતો તેમનું પ્રથમ ઘર ખરીદવા જઈ રહ્યાં હોય, તેવી સંખ્યા નાણાંકીય વર્ષ 20-21માં સૌથી વધારે છે.

કમર્શિયલ રિયલ એસ્ટેટને લોકડાઉનને કારણે ભારે ફટકો પડ્યો હતો. પરંતુ, વોક ટુ વર્ક કલ્ચર પ્રચલિત થઈ રહ્યું છે, જેના કારણે કર્મચારીઓના નેટવર્કિંગ કલ્ચર, સેનિટાઇઝેશન અને વેલનેસની સંભાળને વેગ મળી રહ્યો છે. રિન્યૂ કરાયેલી કમર્શિયલ જગ્યાઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોને વળગી રહેવું પડશે અને સ્ટાફને સમાવવા માટે વિશાળ ઓફિસની જરૂર પડશે.

રિયલ એસ્ટેટ ઉદ્યોગનું ભવિષ્ય નવા પ્રવાહ તરીકે એકત્રીકરણ અને JV’s અને JD’sનું સાક્ષી બનશે. સરળ શબ્દોમાં કહીએ તો, આ પ્રક્રિયા ‘સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ’ને અનુસરશે, અર્થાત્ ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ અને નાણાંકીય સ્થિરતા ધરાવતા બ્રાન્ડેડ ડેવલપર્સ અસ્તિત્વ ટકાવી શકશે. બિઝનેસ મોડેલ્સ બદલાશે અને નાણાંકીય અસરો સાથેનો લો ડેટ રેશિયો પર ઝીણવટભરી નજર રાખવી, તે એક નિયમ બની રહેશે. 2020થી ગ્રાહક કેન્દ્રીત – એ મંત્ર બની રહેશે, જે ભવિષ્યમાં વિકસિત થશે.

કોરોનાની રસી માટે હજી ઘણી લાંબી રાહ જોવી પડે તેમ છે, તેનો અર્થ એ નથી કે, માનવ સમુદાય તેના અગાઉના પ્રચલિત સામાન્ય જીવન તરફ પાછો ફરશે. આથી, જેમ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો, સેનિટાઇઝેશન અને સલામતીનાં પગલાં યથાવત્ રહેશે, તે જ રીતે વર્ક ફ્રોમ હોમ અને વર્ક ફ્રોમ રિમોટ પણ 2020ના અંત અને 2021માં જારી રહેશે. વર્કસ્પેસ માટેના પરિવર્તિત માપદંડોમાં પરિણમતું અસંગઠિત અર્થતંત્ર હોમ કમ વર્કિંગ સ્પેસની જરૂરિયાતો પર પ્રભાવ પાડશે. રિયલ એસ્ટેટ ખર્ચની દ્રષ્ટિએ અસરકારક હોય, તે 2021નું સૌથી મહત્વનું પાસું બની રહેશે.

અન્ય મહત્વનું પરિવર્તન સાતત્યપૂર્ણ વિકાસની વધેલી પ્રાથમિકતા બની રહેશે. ગ્રીન રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ભવિષ્ય છે. આથી, પાણી અને કચરાનું રિસાઇકલિંગ, વરસાદી પાણીનો સંગ્રહ, પ્રદૂષણ, ધુમાડા પર નિયંત્રણ, હરિયાળી જગ્યાઓ અને સૌર ઊર્જા તેમ જ રિન્યૂએબલ વીજ ઉત્પાદનના વિકલ્પો 2020ના અંત ભાગ અને 2021માં મહત્વના બની રહેશે. કોવિડ 19એ માનવીની જીવન જીવવાની શૈલીમાં કાયમ માટે પરિવર્તન લાવી દીધું છે અને રિયલ્ટી માર્કેટ બહેતર જીવન ગુણવત્તા વિકસાવે તેવા નવા પ્રવાહો અને પ્રાથમિકતાઓની અપેક્ષા સેવશે. જોકે, ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટર રોજગારી પૂરું પાડતું બીજા ક્રમનું સૌથી વિશાળ ક્ષેત્ર હોવાને કારણે તેનું પુનરુત્થાન અનિવાર્ય છે. રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગ પુનઃ બેઠો થવા સાથે લગભગ 269 સંલગ્ન ઉદ્યોગો પર બહુવિધ અસર પડશે.


Discover more from Niranjan Hiranandani

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

Discover more from Niranjan Hiranandani

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading